Gujarat Rain | રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ, ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.
તે સિવાય છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામ, સુરતના કામરેજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય સુરત શહેરમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં ત્રણ ઈંચ, વલસાડ તાલુકામાં અઢી ઈંચ, રાજકોટના ઉપલેટામાં સવા બે ઈંચ, નવસારીના જલાલપોરમાં સવા બે ઈંચ, વલસાડના પારડીમાં બે ઈંચ, અમદાવાદના ધંધુકામાં બે ઈંચ, અમરેલીના ખાંભામાં બે ઈંચ, વલસાડના કપરાડામાં બે ઈંચ, સાબરકાંઠાના પોશીનામાં બે ઈંચ, નવસારીના ખેરગામમાં પોણા બે ઈંચ, વડોદરાના ડભોઈમાં દોઢ ઈંચ, ભરૂચના હાંસોટમાં દોઢ ઈંચ, નવસારી તાલુકામાં દોઢ ઈંચ, અમરેલી તાલુકામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.