
Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં વરસાદે કયા કયા વિસ્તારોને ઘમરોળ્યા, જુઓ વિગતવાર માહિતી
Continues below advertisement
શિયર ઝોન અને ઑફ શૉર ટ્રફ રેખાના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યથી ભારે તો કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. હાલ ગુજરાત પર શિયર ઝોન સક્રિય છે અને દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઑફ શૉર ટ્રફ રેખા બનેલી છે, જેના કારણે ગુજરાતમાં હાલ મોનસૂન જોરદાર રીતે એક્ટિવ બન્યું છે. છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં નોંધાયો વરસાદ
- છેલ્લા 24 કલાકમાં તાપીના ઉચ્છલમાં સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુર તાલુકામાં સવા બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં આણંદ તાલુકામાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વડોદરા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કુકરમુંડામાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં તાપીના સોનગઢમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વડોદરાના સાવલીમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ડાંગના સુબીરમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં પાવી જેતપુરમાં એક ઈંચ વરસાદ
ભારે વરસાદના કારણે વડોદરાનું જનજીવન અસ્તવ્યસ્ત થયુ હતું. અહીં વડોદરાના આજવા સરોવરની જળસપાટી વધતાં 212.15 ફુટે પહોંચતા, પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે અનેક વિસ્તાર જળમગ્ન થયા છે. છેલ્લા 24 કલાકમાં વાઘોડીયામાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.
Continues below advertisement