Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં આ જિલ્લાઓમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ | Abp Asmita

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં  ભારે વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોસ્ટલ એરિયામાં ભારે વરસાદનું અનુમાન. સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના પાંચ જિલ્લામાં છૂટ્ટાછવાયા ભારે વરસાદની આગાહી... હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું અનુમાન વ્યકત કર્યું છે.
દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળે અતિભારે  વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.                                                              
બિહારના નવાદામાં ધોધમાર વરસાદે કહેર મચાવ્યો છે. કુંડમાં પહાડોમાંથી તેજ પાણીનો પ્રવાહ આવતા અનેક સ્થાન જળમગ્ન બન્યા છે.  ઝરણાની જેમ કુંડમાં પાણીનો ધસમસતો પાણીનો પ્રવાહ આવતા અફરા-તફરી મચી ગઇ હતી.       
દિલ્લી નજીક ગાઝિયાબાદના મોદીનગરમાં સાંબેલાધારે વરસેલા વરસાદથી કેટલીય કોલોની થઈ જળમગ્ન બની હતી.  કેટલાક ઘરોમાં  પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. લોકોના ઘરમાં રહેલી ઘર વખરી પલળી જતા વ્યાપક નુકસાન પહોંચ્યું છે.            

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola