Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં રાજ્યના કયા વિસ્તારમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ?
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં રાજ્યના કયા વિસ્તારમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ?
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વિસાવદરમાં ખાબક્યો હતો. રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 22 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 22 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભરૂચના અંકલેશ્વરમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. સુરતના ઉમરપાડામાં દોઢ ઈંચ, ભરૂચના ઝઘડિયા અને હાંસોટમાં સવા-સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં બે કલાકમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં સુરત શહેર, બારડોલીમાં પોણો પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. તાપીના સોનગઢ અને ડોલવણમાં અડધો ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વિસાવદરમાં ખાબક્યો હતો. કોટડાસાંગાણીમાં બે ઈંચ, કુંકાવાવ-વડિયામાં પોણા બે ઈંચ, ગોંડલમાં પોણા બે ઈંચ, જામકંડોરણામાં દોઢ ઈંચ, બગસરામાં દોઢ ઈંચ, લીલીયામાં સવા ઈંચ, સાગબારામાં સવા ઈંચ, કુકરમુંડામાં એક ઈંચ, શંખેશ્વરમાં પોણો ઈંચ, બરવાળામાં અડધો ઈંચ, જેતપુરમાં અડધો ઈંચ, ખેડબ્રહ્મામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.