આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. અમદાવાદ સહીત કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આવતીકાલથી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે. કાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હાલ રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે.ગુજરાતમાં પ્રવેશેલુ ચોમાસું નવસારીમાં અટક્યું છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસું (Monsoon) નવસારી સુધી પહોંચી ગયું છે પણ હાલ સિસ્ટમ નબળી પડી ગઈ છે. સાથે જ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ (Rain) થવાની શક્યતા છે.