Gujarat Rain | છેલ્લા 24 કલાકમાં ક્યાં ખાબક્યો સૌથી વધુ વરસાદ | Abp Asmita | Rain Updates
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રામાં સાડા 8 ઈંચ, દ્વારકા તાલુકામાં સાડા સાત ઈંચ,અબડાસામાં સાડા છ ઈંચ, અંજારમાં સવા ત્રણ ઈંચ, ગાંધીધામમાં અઢી ઈંચ, ભૂજમાં અઢી ઈંચ, લખતપમાં સવા બે ઈંચ, ભેંસાણમાં બે ઈંચ, લોધિકામાં પોણા બે ઈંચ, નખત્રાણામાં પોણા બે ઈંચ, ભચાઉમાં પોણા બે ઈંચ, ખંભાળીયામાં દોઢ ઈંચ, જોડીયામાં દોઢ ઈંચ, ચુડામાં દોઢ ઈંચ, ચોટીલા,ધોલેરામાં સવા સવા ઈંચ, દાંતીવાડામાં સવા ઈંચ, ભિલોડામાં સવા ઈંચ, ચીખલીમાં સવા ઈંચ, પોશીના, સુબીરમાં એક એક ઈંચ, બોડેલી, બેચરાજીમાં એક એક ઈંચ, સરસ્વતી, ઈડર,મોરબીમાં એક એક ઈંચ વરસાદ વરસ્યો હતો.