Gujarat Rains | આણંદ શહેર-જિલ્લામાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા

Continues below advertisement

આણંદ શહેર અને જિલ્લો. જ્યાં આજે મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી. આણંદ શહેરમાં 2 કલાકમાં અઢી ઈંચથી વધુ વરસાદ વરસતા જળબંબાકાર થયું. તો તારાપુર. પેટલાદ.. ખંભાતમાં પણ વરસ્યો મૂશળધાર વરસાદ. ભારે વરસાદને લઈ આણંદ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. આ દ્રશ્યો છે આણંદના લોટીયા ભાગોળ વિસ્તારના. અહીં કેડસમા પાણી ભરાયા. વરસાદી પાણી મકાનોમાં પણ ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું. તો ઈસ્માઈલ નગર... ગામડીવડ... તુલસી ગરનાળા સહિતના વિસ્તારમાં પણ પાણી ભરાયા. વરસાદી પાણીનો નિકાલ ન થતાં આણંદ નગરપાલિકાની પ્રિ-મોનસૂનની કામગીરીની પોલ ખુલી ગઈ. ખંભાતમાં પણ મેઘરાજાએ કરી તોફાની બેટિંગ... 5 દિવસના વિરામ બાદ ખંભાતમાં વરસ્યો ધોધમાર વરસાદ. ખંભાતના માર્ગો પર નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા. ખંભાત શહેરના રબારીવાડ.. મોચીવાડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram