
Gujarat tableau : ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંકે
પ્રજાસત્તાક દિવસે દિલ્લીના કર્તવ્ય પથ પર પરેડમાં પ્રસ્તૂત કરાયેલી ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમ મળ્યો છે. સ્વર્ણિમ ભારત વિકાસથી વિરાસતની થીમ પરનો આ ટેબ્લો પ્રથમ ક્રમે આવ્યા હોવાની પોસ્ટ યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ સોશલ મીડિયા મારફતે કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ મુદ્દે આનંદ અને ગર્વની લાગણી વ્યકત કરી છે સાથે જ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ આવતા આનંદની વિશેષ લાગણી વ્યકત કરી છે. મુખ્યમંત્રીએ ટેબ્લોની તસવીર સાથે સોશલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે. પ્રજાસત્તાક દિનની પરેડમાં તમામ પ્રદેશોએ પોત પોતાના ટેબ્લો પ્રસ્તૂત કરેલા. જે પૈકી ગુજરાતે પણ અદભૂત થીમ સાથે ટેબ્લો તૈયાર કરેલો. રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના સંકલનથી આ ટેબ્લો પરેડમાં ગૌરવ સાથે સામેલ થયો. તો ઓનલાઈન વોટ આપી દેશભરના લોકોએ આ ટેબ્લોને પ્રથમ ક્રમાંકે મૂકી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.