Gujarat Teachers Agitation | ગાંધીનગરમાં શિક્ષકોના આમરણાંત ઉપવાસ, શિક્ષકો પહોંચવાના શરૂ

Continues below advertisement

Gujarat Teachers Agitation | રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આંદોલનનો માર્ગ ન અપનાવવા કરેલી અપીલને એચટાટ મુખ્ય શિક્ષકોએ ફગાવી દીધી છે. બદલીના નવા નિયમો જાહેર કરવાની માંગ સાથે મુખ્ય શિક્ષકો આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભૂખ હડતાળ પર ઉતરશે. મળતી જાણકારી અનુસાર, બદલી અને સેવાકીય નિયમો જાહેર ના થતા એચટાટના મુખ્ય શિક્ષકોએ આજથી ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ મુખ્ય શિક્ષકો પહોંચ્યા હતા. શિક્ષકોનો આરોપ છે કે છેલ્લા 12 વર્ષથી શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારમાં રજૂઆત છતા નિયમો જાહેર કરાયા નથી. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે અગાઉ 15 જુલાઈ સુધીમાં નિયમો જાહેર કરવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી નિયમો જાહેર ન થતા શિક્ષકોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. અન્ય કેટલીક માંગણીઓ પણ મુખ્ય શિક્ષકો તરફથી કરવામાં આવી છે.

એચટાટ શિક્ષકોએ માંગ કરી છે કે બાલવાટિકાથી ધો. 8 સુધીમાં 150 બાળકો હોય ત્યાં મુખ્ય શિક્ષક આપવામાં આવે, બદલી માટે ઉતરતા ક્રમમાં શાળા બતાવવાના બદલે 150ના મહેકમવાળી તમામ શાળા બતાવવા માંગ કરાઇ છે. એચટાટ મુખ્ય શિક્ષકની બદલી થતા છૂટ્ટા થતી વખતે શાળાનો ચાર્જ શાળાના સિનિયર શિક્ષકને આપવા માંગ કરાઇ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram