Gujarat Unseasonal Rain: હજુ ખેડૂતોને માથે માવઠાનું સંકટ | Abp Asmita | 8-5-2025
અરબ સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે છેલ્લા 5 દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. 13 મે બાદ ગુજરાતમાં વરસાદ સંપૂર્ણ બંધ થઇ જશે. હાલ એક સિસ્ટમ રાજસ્થાન પર પણ એક્ટિવ થઇ છે. જેના પગલે સતત ગુજરાતમાં કમોસમી વરસાદ ગાજવીજ સાથે વરસી રહ્યો છે. માવઠાની સ્થિતિએ ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારી છે. કેરી સહિતના બાગાયતી પાક, બાજરી, મકાઇ, ડાંગર, એરંડા, શેરડી, જુવાર, તલ અડદ, સહિતના પાકને નુકસાન થઇ રહ્યું છે. એવું સ્થિતિમાં રાહતના સમાચાર છે કે, 13 મે બાદ ગુજરાતમાંથી વરસાદ સંપૂર્ણ વિદાય લેશે એટલે કે વરસાદ બંધ થઇ જશે અને ફરી તાપમાનનો પારો ઊંચે જતાં આકરી ગરમીનો અનુભવ છે. 13 મે બાદ ગુજરાતમાં માવઠાનું સંકટ ટળી જશે.
છેલ્લા 4-5 દિવસથી વરસી રહેલા વરસાદે અનેક જગ્યાએ ભારે નુકસાનને નોતર્યુ છે.ત્રણ દિવસમાં આકાશી આફતે 21થી વધુના લોકોનો જીવ લીધો છે. 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 45 પશુના પણ મૃત્યુ થયા છે, હવામાન વિભાગે હજુ પણ 12 મે સુધી વરસાદની આગાહી કરી છે.