Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કરી છે માવઠાની આગાહી.. 19 એપ્રિલથી 21 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં  19 એપ્રિલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તો મધ્ય ગુજરાતની મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં માવઠાની આગાહી કરાઈ.. તો 20 એપ્રિલે અમરેલી,ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરાઈ.. 21 એપ્રિલે અમરેલી અને ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત જિલ્લાના છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે..  હાલ બે દિવસ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન સુકુ રહેશે.. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પર પહોંચી ગયો છે.. આજની વાત કરીએ તો રાજકોટમાં સૌથી ઉંચુ 41.9 ડિગ્રી તાપમાન નોંધાયુ.. જ્યારે સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી ગયો.. અમદાવાદમાં 40.4 ડિગ્રી અને અમરેલીમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું.. તો ભૂજમા 39.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી અને વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયુ.. જ્યારે ડીસામાં ગરમીનો પારો 39.3 ડિગ્રી પર પહોંચ્યો..
સ્ટોરીબેન્ડ

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola