Gujarat Water Reservoir: રાજ્યના કુલ 207માંથી 17 જળાશયો થયા છલોછલ, જુઓ આ રિપોર્ટ
Gujarat Water Reservoir: રાજ્યના કુલ 207માંથી 17 જળાશયો થયા છલોછલ, જુઓ આ રિપોર્ટ
વરસાદને પગલે રાજ્યના અલગ અલગ ડેમોમાં નવા નીરની ભરપૂર આવક થઈ છે તો રાજ્યના કુલ 207 પૈકી 17 જળાશયો સંપૂર્ણ છલોછલ થયા છે. જેમાં મધ્ય ગુજરાતના 17 પૈકી બે, દક્ષિણ ગુજરાતના 13 પૈકી એક, કચ્છના 20 પૈકી બે અને સૌરાષ્ટ્રના 141 પૈકી 12 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે. રાજ્યના અલગ અલગ જળાશયોની જળ સપાટી પણ વધી છે જેને પગલે કેટલાક ડેમને હાઈ એલર્ટ પર અને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. તો ટકા થી વધુ ભરાયેલા 16 ડેમને હાઈ એલર્ટ અને 80 થી 90% ભરાયેલા 17 ડેમોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે..