Gujarat Weather News: દક્ષિણ ગુજરાત સિવાયના તમામ જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફુંકાવાની આગાહી

Gujarat Weather News: દક્ષિણ ગુજરાત સિવાયના તમામ જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફુંકાવાની આગાહી

રાજ્યમાં આજથી 2 દિવસ આંધી-તોફાન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની હવામાન વિભાગે  આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લામાં ભારે  પવનનું અનુમાન છે.  કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન  ફૂંકાશે.  જેના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

સ્ટર્સન ડિસ્ટર્બન્સના કારણે પૂર્વતરના રાજ્યોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. બીજી સિસ્ટમ ઇરાનથી આગળ વધી રહી છે. જેની અસર ગુજરાત પર થશે એટલે તેના કારણે ગરમીમાં ઘટાડો જોવા મળશે અને પવનની ગતિ વધશે પરંતુ વરસાદની કોઇ શકયતા નથી. આ સ્થિતિના કારણે  તાપમાનનો પારો બેથી ત્રણ  ડિગ્રી ગગડશે, છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40ને પાર પહોંતી ગયો હતો. જેમાં હવે બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે., જેથી લોકોને 20 એપ્રિલથી 23 એપ્રિલ સુધી ગરમીમાં રાહત મળશે, પરંતુ 23 એપ્રિલ બાદ ફરી તાપમાનનો પારો ઉંચે જવાની શકયતા છે. જેથી ફરી  ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 42ને પાર પહોંચે તેવું અનુમાન છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola