Gujarat Weathe:ભારે પવન ફુંકાતા ઠુંઠવાયું ગુજરાત, રાજકોટમાં સતત ત્રીજા દિવસે પારો 10 ડિગ્રીની નીચે

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં અચાનક વધારો થયો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે. તો હવામાન વિભાગ દ્વારા પણ તાર્તો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. ત્યારે જાણી લો આગામી દિવસમાં રાજ્યમાં કેવું તાપમાન રહેશે. રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે કે લોકોએ ઠંડી સહન કરવી પડશે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે. રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ વચ્ચે હવે ગુજરાતીઓને કપરા દિવસો કાઢવા પડશે. કારણ કે, હવામાન વિભાગની નવી આગાહી ટેન્શન અપાવનારી છે. રાજકોટમાં સતત ત્રીજા દિવસે ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola