Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું
અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બરબાદીનું માવઠું. મોડી રાત્રે રાજ્યના ચાર જિલ્લાઓમાં બરબાદીનો વરસાદ વરસ્યો હતો. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા અને નવસારીમાં માવઠું થયુ. કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ઘઉં, ચણા, જીરું, બટાકા, રાયડાના પાકમાં નુકસાનીની ભીતિ તો અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યના ખેડૂતો પર ફરી એકવાર મુશ્કેલીના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના ૨૦ જિલ્લામાં આજે માવઠાની સંભાવના છે, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
આજથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદનું અનુમાન છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. આજે એટલે કે જે જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તેમાં મુખ્યત્વે કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે.
આ કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થઈ શકે છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને શિયાળુ પાકને આ વરસાદથી મોટું નુકસાન થવાની સંભાવના છે. સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.