Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Continues below advertisement
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય રહેતા રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. આ દરમિયાન છોટા ઉદેપુર, વલસાડ, ડાંગ, દમણ, તાપી અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા અને નર્મદામાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. દરમિયાન, અત્યારસુધીમાં રાજ્યમાં સિઝનનો 74.11 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જોકે, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં 25 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
Continues below advertisement
Tags :
Gujarat Rain ForecastJOIN US ON
Continues below advertisement