Gujarat: ગેરકાયદે બાંગ્લાદેશીઓને ક્યાં ક્યાંથી અને કેવી રીતે કરાયા ડિપોર્ટ?, જુઓ આ રિપોર્ટ

Gujarat: ગેરકાયદે બાંગ્લાદેશીઓને ક્યાં ક્યાંથી અને કેવી રીતે કરાયા ડિપોર્ટ?, જુઓ આ રિપોર્ટ

પહલગામ નિર્દોષના લોહીથી રકતરંજિત થયા બાદ રાજ્યની પોલીસ પણ એકશન મોડમાં છે. ગત રાત્રે સુરત અને અમદાવાદમાં ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે ગુજરાતમાં વસતા  કુલ 990થી વધુ બાંગ્લાદેશીને  ઝડપી પાડ્યાં છે. ગત રાત્રે મોટું ઓપરેશન હાથ ધરીને અમદાવાદમાં એક જ રાતમાં 890 ગેરકાયદે વસતાં બાંગ્લાદેશીને ઝડપી પાડ્યાં છે જેમાંથી અમદાવાદમાં 436 પુરુષ, 240 મહિલા, 214 બાળકો છે.

જ્યારે સુરતમાંથી 132  ગેરકાયદે ઝડપાયા છે, જેમાં 88 પુરૂષો અને 44 મહિલાનો સમાવેશ થાય છે.  સુરતના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરામાં સુરત પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ગેરકાયદે વસેલા બાંગ્લાદેશી પુરુષોને ડિપોર્ટ કરવા અને મહિલાઓ, બાળકો સામે કઈ પ્રકારની કાર્યવાહી કરવા અંગે વિચારણા ચાલી રહી છે.  અમદવાદમાં ગત રાત્રે પોલીસે ચંડોળા તળાવ આસપાસની ઝૂંપડપટ્ટીમાં ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં 890 બાંગ્લાદેશી ઝડપાયા છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા  ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ઇઓડબ્લ્યુ તેમજ ઝોન ૬ તથા હેડ ક્વાટરની ટીમો દ્વારા આ સંયુકત ઓપરેશન હાથ ધરાયુ હતું.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola