રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ, ક્યાં કેટલા કેસ નોંધાયા, ક્યાં લદાયું લોકડાઉન, છેલ્લા 24 કલાકના અપડેટસ 2 મિનિટમાં જાણો
રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની સંખ્યા સ્થિર રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12820 નવા કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં 12978 કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 140 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7648 પર પહોંચી ગયો છે.