Harsh Sanghavi :રત્નકલાકારો માટે હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત | Abp Asmita
Harsh Sanghavi :રત્નકલાકારો માટે હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત | Abp Asmita
છેલ્લા ઘણા સમયથી સુરતનો હિરા ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે. જેના કારણે રત્ન કલાકારો આર્થિક ભીસ અનુભવી રહ્યા છે. આર્થિક ભીસના કારણે ઘણા રત્ન કલાકારોએ આત્મહત્યા પણ કરી લીધી છે. જે બાદ ઘણા સમયથી રત્ન કલાકારોએ સરકાર પાસે રાહતની માગણી કરી છે.
નાના ઉદ્યોગકારોને વ્યાજ માફીનો લાભ મળશે
હવે આ માગણીને અનુલક્ષીને સરકારે લાખો રત્નકલાકારો અને નાના વેપારીઓ માટે સરકારે મહત્વની જાહેરાત કરી છે. મંદીના માર ઝીલી રહેલા કારખાનેદાર, રત્નકલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ રત્નકલાકારોના બાળકોની 1 વર્ષની સ્કૂલ ફી સરકાર ભરશે. 3 વર્ષથી કામ કરનાર રત્નકલાકારોના બાળકોની ફી સરકાર ભરશે. મહત્તમ 13,500 સુધીની રત્નકલાકારોના બાળકોની સ્કૂલ ફી સરકાર ભરશે. જ્યારે નાના ઉદ્યોગકારોની 5 લાખ સુધીની લોનનું વ્યાજ સરકાર ભરશે. જેમનું વીજ વપરાશ 25 ટકા ઘટ્યો હોય તે નાના ઉદ્યોગકારોને વ્યાજ માફીનો લાભ મળશે.