Harsh Sanghavi: રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ મુદ્દે હર્ષ સંઘવીનું મોટું નિવેદન
રાજ્યમાં એકપણ ગેરકાયદે બાંગ્લાદેશીને ન છોડવાનો ગૃહરાજ્યમંત્રીનો નિર્ધાર. હર્ષ સંઘવીએ મોટા માથાઓને ઝડપી લેવાની આપી ખાતરી. બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની જટીલ કામગીરી પણ પૂરી કરવાની તૈયારી
રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા આપી કે કોઈપણ બાંગ્લાદેશીઓને છોડવામાં નહીં આવે.. બાંગ્લાદેશી ઘુસણખોરોને ડિપોર્ટ કરવામાં આવશે.. બાંગ્લાદેશીઓને પકડવા સરકારે એક અભિયાન છેડ્યુ છે.
રાજ્યમાં ગેરકાયદે વરસતા બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ પોલીસ વિભાગે અભિયાન છેડ્યુ છે. સુરત પોલીસે બાંગ્લાદેશીઓ પર લાઈવ રેડ કરી. પોલીસની કડક કાર્યવાહી બાદ બાંગ્લાદેશીઓ પોતાના ઘર બંધ કરીને ફરાર થઈ ગયા છે. ત્યારે પોલીસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના ઘરના તાળા તોડીને તપાસની કામગીરી કરી. અલગ અલગ વિસ્તારમાં પોલીસે બાંગ્લાદેશીઓના ઘરના તાળા તોડીને તપાસ હાથ ધરી. બાંગ્લાદેશી બસ્તી તરીકે ઓળખાતા વિસતારમાં પોલીસે ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ કોઈ પૂરાવા છે કે તેની ચકાસણી કરી. સુરત પોલીસના ઓપરેશનથી બાંગ્લાદેશીઓમાં ફફડાટ ફેલાયો.. અત્યાર સુધીમાં સુરતમાંથી 120થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાઈ ચૂક્યા છે.