Harsh Sanghavi: ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા અંગે કોંગ્રેસને હર્ષ સંઘવીનો જવાબ

Continues below advertisement

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી મહત્વની બેઠક પહેલા મીડિયા સાથે વાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌથી મોટુ અને સ્ફોટક નિવેદન આપતા કહ્યું કે લુખ્ખાતત્વો સાથે ઘરોબો રાખનાર પોલીસકર્મીઓ ચેતી જજો.. જો કોઈપણ પોલીસકર્મીએ લુખ્ખાતત્વો સાથે ઘરોબો રાખ્યો તો તેમને નોકરીથી હાથ ધોવા પડશે.. જો કોઈ પોલીસકર્મી અસામાજિક તત્વ સાથે ઉઠતો બેસતો હશે કે પછી અસામાજિક તત્વો સાથે જો પોલીસવાળા સંપર્કમાં હશે તો તેની નોકરી જશે. એટલુ જ નહીં.. વારંવાર આતંક મચાવનારા ગુંડાતત્વો વિરૂદ્ધ પગલા લેવામાં નિષ્ફળ સ્થાનિક પોલીસ સામે પણ કાર્યવાહી થશે.. 

અમિત ચાવડા પર શાબ્દિક પ્રહાર કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે અમિતભાઈ બહાર ટપોરીઓ મુદ્દે સહાનુભૂતિ દર્શાવે છે.. સુરતને બદનામ કરવાનું અભિયાન કૉંગ્રેસના નેતાઓએ શરૂ કર્યુ છે.. જેના જવાબમાં અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે સરકાર તરફથી જે જવાબ મળ્યા તેનાથી એ સ્પષ્ટ થાય છે કે કાયદાનું શાસન નથી રહ્યુ.. દારૂબંધી, અપહરણ, દુષ્કર્મ, ખનન માફીયા સહિતના બનાવો વધી રહ્યા છે.. પરંતુ કોઈ સરકાર કોઈ કડક કાર્યવાહી નથી કરતી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram