Harsh Sanghavi | ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસને લીધી આડેહાથ, કહ્યું 'આ કોઈ રાજનીતિનો વિષય નથી'
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજકિય પાર્ટી જણાવી રહી છે કે ડ્રગ્સ મળી આવી રહ્યું છે, મહેરબાની કરી ડ્રગ્સ બાબતે રાજનીતિ ન કરો. રાજકિય પાર્ટી નિવેદન આપી આપી ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ બંધ કરવા માંગે છે
ગુજરાતના દરિયાકાંઠેથી છેલ્લા થોડા દિવસોથી સમયાંતરે ડ્રગ્સ મળી રહ્યું છે. પોલીસના સઘન પેટ્રોલિંગ અને ચાંપતી નજરના કારણે ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. આ દરમિયાન સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું હતું. ગુજરાત પોલીસની ડ્રગ્સની મુહિમને લઈ કોંગ્રેસનું નામ લીધા વગર તેમણે કહ્યું, એક રાજકીય પાર્ટી ડ્રગ્સ બાબતે રાજનીતિ કરી રહી છે. ડ્રગ્સએ રાજનીતિનો વિષય નથી. ડ્રગ્સ પોલીસ પકડી રહી છે. રાજકિય પાર્ટી જણાવી રહી છે કે ડ્રગ્સ મળી આવી રહ્યું છે, મહેરબાની કરી ડ્રગ્સ બાબતે રાજનીતિ ન કરો. રાજકિય પાર્ટી નિવેદન આપી આપી ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ બંધ કરવા માંગે છે