સાંબેલાધાર વરસાદે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારે પડેલા ભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે જનજીવન જબરજસ્ત પ્રભાવિત થયું છે.
સાંબેલાધાર વરસાદે સાબરકાંઠાના હિંમતનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે.પરોઢિયે ખાબકેલા વરસાદથી હિંમતનગર શહેરના પૂર્વ વિસ્તારમાં જનજીવન જબરદસ્ત પ્રભાવિત થયું..બેરણાં રોડ, ગાયત્રી મંદિર રોડ, શારદાકુંજ, સગુન સોસાયટી, શાસ્ત્રીનગર, નિકુંજ સોસાયટી, સહકારી જીન સહિતના વિસ્તારમાં પાણી ભરાયા..વરસાદના પાણી અનેક મકાનોમાં ભરાતા ઘર વખરીને પારાવાર નુકસાન થયું છે.નીચાણવાળા વિસ્તારમાં પાર્ક કરેલી અનેક ગાડીઓ જળમગ્ન થઈ ગઈ. અંદાજે 20થી વધુ કાર આખે આખી પાણીમાં ડુબેલી છે.કારની છત જ દેખાઈ રહી છે.વરસાદને લઈને હિંમતનગર પાસેથી પસાર થતી હાથમતી નદી પણ બે કાંઠે વહી રહી છે.