Gujarat Unseasonal Rains : ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

Gujarat Unseasonal Rains : ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

Gujarat unseasonal rain alert: ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એક તરફ આકાશમાંથી સૂર્યનારાયણ અગનગોળા વરસાવી રહ્યા છે અને મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, તો બીજી તરફ ખેડૂતોની ચિંતા વધારતા માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસના સૂકા વાતાવરણ બાદ રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે. આગામી 19 અને 20 એપ્રિલે રાજ્યના 6 જેટલા જિલ્લાઓમાં કમોસમી વરસાદ (માવઠું) વરસી શકે છે, જેના કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ઊભો થવાની શક્યતા છે.

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 19 એપ્રિલ: સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં માવઠું પડવાની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola