Banaskantha Rains Update | બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં પડ્યો કેટલો વરસાદ?

Continues below advertisement

બનાસકાંઠા જિલ્લામાં આજે મન મૂકીને વરસ્યા મેઘરાજા. જિલ્લાના મુખ્યમથક પાલનપુર સહિત ડીસા. લાખણી.. દાંતીવાડા... અને થરાદ સહિતના તાલુકામાં વરસ્યો મૂશળધાર વરસાદ.  બપોરના 4 વાગ્યા સુધીમાં ડીસામાં વરસ્યો સાડા ત્રણ ઈંચ વરસાદ. તો પાલનપુર અને દાંતીવાડામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો...થરાદમાં 2 અને લાખણીમાં એક ઈંચ વરસાદ વરસ્યો. અઢી ઈંચ વરસાદમાં પાલનપુર શહેર થયું જળબંબાકાર. શહેરનો મફતપુરા વિસ્તાર બેટમાં ફેરવાયો. ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોએ પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો પાલનપુરના જૂના બસ સ્ટેન્ડ. જામપુરા સહિતના વિસ્તાર પણ પાણી-પાણી થયા. જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકી પડી. બારે વરસાદથી પાલનપુર-અંબાજી હાઈવે પર વીરપુર પાટિયા પાસે પાણી ભરાયા. હાઈવે પર 3 ફૂટ જેટલું પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી વેઠવી પડી. દરચોમાસે અહીં હાઈવે પાણીમાં ગરકાવ થઈ જાય છે. પાલનપુરના જામપુરા હાઈવે પર પણ પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી. ડીસામાં વહેલી સવારથી જ વરસ્યો ધોધમાર વરસાદ. ડીસા-પાલનપુર હાઈવે જળમગ્ન થયો. હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ડીસાના કંસારીથી શેરપુરા. વરણ. પેછડાલ સહિતના 20થી વધુ ગામને જોડતો માર્ગ જળમગ્ન થયો. દર વર્ષે ચોમાસામાં આ હાઈવે પાણીમાં ગરકાવ થઈ જાય છે.. તો ડીસાના બાઈવાડા ગામના.. ગામમાં નાળાના પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. પશુપાલકોને દૂધ એકત્ર કરવા માટે પાણીમાંથી ચાલીને જવું પડ્યું...તો શાળાએ જતાં બાળકોને પણ મુશ્કેલી પડી...યાત્રાધામ અંબાજીમાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા... અંબાજીમાં હંમેશની જેમ નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા...ધાનેરામાં વરસાદને લઈ રસ્તા પર ભરાયા પામી... વલાણી બાગ વિસ્તારમાં રસ્તા પાણી-પાણી થયા. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram