Panchmahal Rains | પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદથી રસ્તા પર વહેતા થયા પાણી

Continues below advertisement

ગોધરા શહેરમાં વીજળીના કડાકા સાથે દોઢ ઈંચ જેટલો વરસાદ પડતા શહેરના મુખ્ય રોડ રસ્તા પર નદીની જેમ વરસાદી પાણી વહેતા જોવા મળ્યા અહીંયાથી પસાર થતાં વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા

પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ..ગોધરા સહિતનાં ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. દોઢ ઈંચ જેટલાં વરસાદમાં નીચાણ વાળા વિસ્તારોમા વરસાદી પાણી ભરાયા છે. એસ.ટી.બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનને જોડતા ભાગોળ વિસ્તારના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા. તો જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ અને જિલ્લા પંચાયત ભવનના માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન છે. ગોધરા સહિતના સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વેજલપુર, પોપટપૂરા, અંબાલી, છબનપૂર, ઓરવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram