South Gujarat Rain Update | દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું

Continues below advertisement

વધુ એકવાર દક્ષિણ ગુજરાત પર વરસાદી આફતનો ખતરો ઉભો થયો છે.... સુરત, નવસારી અને નર્મદા જિલ્લા પર આકાશી આફતની આગાહી વ્યકત કરવામાં આવી છે. આ આગાહી વ્યકત કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે અને મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરાયું છે... તો બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ બોટાદ અને ભાવનગરમાં છૂટ્ટાછવાયા સ્થળે અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેંજ એલર્ટ જાહેર કરાયું. જ્યારે અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં છૂટ્ટાછવાયા ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરાયું છે. તો આવતીકાલે ભરૂચ, સુરતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જારી કરાયું છે. જ્યારે આવતીકાલે ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.. તો આવતીકાલે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે.... 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram