Weather Forecast | સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા': હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
Continues below advertisement
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હવે ગુજરાત નજીક પહોંચ્યું છે. આ લો પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાતા રાજ્યના વિવિધ ભાગોમાં મૂશળધાર વરસાદ પડવાની સંભાવના છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી. બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાત નજીક પહોંચ્યું. લો પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાતા મૂશળધાર વરસાદની સંભાવના. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 5થી 8 ઈંચ સુધી વરસાદ પડવાની શક્યતા....આજે ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું વ્યક્ત કર્યું અનુમાન.
આજે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આણંદ, નડિયાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Continues below advertisement
Tags :
Paresh Goswami