Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ

Continues below advertisement

સાર્વત્રિક વરસાદથી અમરેલી જિલ્લો થયો પાણી પાણી.. અમરેલી સહિત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરૂવાર મોડી રાતથી સતત વરસી રહેલા વરસાદથી રસ્તાઓ જળમગ્ન થયા.. શહેરના અલગ અલગ વિસ્તારના રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા થયા.. 

ધોધમાર વરસાદથી સાવરકુંડલા-રંઘોળા સ્ટેટ હાઈવે પરનું જુનાસાવર ગામ બેટમાં ફેરવાયું.. શેત્રુંજી નદીના પાણી રંઘોળા સ્ટેટ હાઈવે પર ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થયો.. બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં તો ત્રણથી ચાર ફુટ જેટલા શેત્રુંજી નદીના પાણી ફરી વળ્યા.. તો ગામની આઠથી દસ હજાર કૃષિ જમીન પર પૂરના પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા.. ઉભા પાક પર નદીના પાણી ફરી વળતા ખેડૂતોને પણ પાક નુકસાનીનો ભય સતાવવા લાગ્યો છે.. તાત્કાલિક પૂર સંરક્ષણ પાળો બનાવવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.. શેત્રુજી નદીના પાણીના પ્રવાહમાં છકડો રિક્ષા ગરકાવ થતા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી રિક્ષામાં સવાર ત્રણ લોકોનું રેસ્ક્યુ કર્યુ.. સાથે જ ટ્રેક્ટરની મદદથઈ પાણીમાં ગરકાવ થયેલી છકડો રીક્ષાને પણ બહાર કાઢવામાં આવી.. 

લીલીયામાં પણ મેઘરાજાએ કરી જોરદાર બેટિંગ. લીલીયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા ધોધમાર વરસાદથી ચારેય તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા.. ડ્રોન કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો જુઓ.. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાતા ખેતરોના ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે.. ભારે વરસાદથી લીલીયા શહેરના મધ્યમાંથી પસાર થતી નાવલી નદી પણ બેકાંઠે વહેતી થઈ.. તો મફ્ત પ્લોટ અને સિવિલ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ ગોઠણસમા પાણઈ ભરાતા ઘરવખરીને નુકસાન થયું.

લીલીયાના દામડા કણકોટ રોડ પર પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા બાઈક ચાલક તણાયો હતો.. જો કે હાજર લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરીને તણાતા યુવકનું સલામત રીતે રેસ્ક્યુ કર્યુ.. પાણીયા ગામની શેરીઓમાંથી તો નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણીયા ગામ અને સ્ટેટ હાઈવે પર પાણઈ ભરાતા અમરેલી-બગસરા તરફનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો.. ખીજડીયા ગામે ફુલઝર નદીના પાણી પુલ પર ફરી વળતા ખારીથી ખીજડીયા, કેરાળા, જાળીયા અને અમરેલી જવાનો રસ્તો બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.

અવિરત મેઘમહેરથી અમરેલી-સાવરકુંડલાના રસ્તાઓ પરના ખેતરો પાણીમાં ગરકાવ થયા.. લાપાળીયા અને ગોરખવાળા ગામ નજીકના ખેતરો તળાવમાં ફેરવાયા.. વરસાદી પાણીના પ્રવાહમાં કૃષિ જમીનનું પણ મોટા પ્રમાણમાં ધોવાણ થયું.. અમરેલીના નાના ભંડારીયા ગામે વરસેલા ત્રણ ઈંચ વરસાદે તારાજી સર્જી.. નાના ભંડારીયાથી વડેરા જવાનો રસ્તો બંધ થયો.. ગામની શેરીઓમાંથી પણ પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો.. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola