Heavy Rain Updates | વાપીમાં તૂટી પડ્યો સાત ઈંચ વરસાદ | Vapi Heavy rain | Abp Asmita

Continues below advertisement

Heavy Rain Updates | વાપીમાં તૂટી પડ્યો સાત ઈંચ વરસાદ | Vapi Heavy rain | Abp Asmita

બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સર્જતા ગુજરાત પર તેની અસર જોવા મળી રહી છે. આ સિસ્ટમના કારણે રાજ્યમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં આજે પણ વરસાદને લઇને હવામાન વિભાગે 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદનુ અનુમાન વ્યક્ત કર્યું છે. વરસાદની આગાહી વચ્ચે  વાપીમાં 7 ઇંચ વરસાદ વરસતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

વલસાડ જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વાપીમાં છેલ્લા 24 કલાકમાં સાત ઈંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તાર જળમગ્ન થયા છે.  વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકામાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram