ભારે વરસાદથી સિદ્ધપુરમાં મકાન ધરાશાયી, આસપાસના મકાનને થયું નુકસાન, જુઓ વીડિયો
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં (Siddhpur) માત્ર ચાર ઈંચ જેટલા વરસાદે (Heavy rain) પ્રશાનની કામગીરીની પોલ ખોલી નાખી છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોકોના મકાનોમાં પણ પાણી ભરાઇ ગયું હતું. મોટીવોર વાળ વિસ્તારમાં મકાન ધરાશાયી (collapsed) થયું હતું. જો કે સદનસીબે મકાન બંધ હોવાથી કોઇ નુક્શાની થઇ નથી.