Junagadh Flood : જૂનાગઢમાં ધોધમાર વરસાદ, ધારાસભ્ય લાડાણીના મતવિસ્તારના 9 ગામો બન્યા સંપર્ક વિહોણા

Junagadh Flood : જૂનાગઢમાં ધોધમાર વરસાદ, ધારાસભ્ય લાડાણીના મતવિસ્તારના 9 ગામો બન્યા સંપર્ક વિહોણા

જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું હતું. મેંદરડા તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. મેંદરડા તાલુકાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી. 10 ઈંચ વરસાદથી મેંદરડામાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ ગઇ હતી. મૂશળધાર વરસાદથી મેંદરડામાં નદી-નાળા છલકાયા હતા. ભારે વરસાદને પગલે માણાવદરના 9 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. આ અંગે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ વાત પણ કરી હતી. 

મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. જૂનાગઢ બગડું ગામેથી પસાર થતી બંધુકિયા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. મેંદરડાના ચિરોડા, ચોરેશ્વરમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદના કારણે જૂનાગઢ-મેંદરડા રોડ બંધ કરાયો હતો. વરસાદને પગલે ઓઝત નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ભાટીયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. કોઝવે પર પાણી ફરી વળતા જૂનાગઢ-મેંદરડા રોડ બંધ કરાયો હતો. જેના કારણે ભાટીયા, નવાગામ, બોડકા સહિતના ગામોને અસર થઈ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola