ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ, જુઓ વીડિયો
ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. તાલાલા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસ્યો હતો. સેમાલિયા, પીખોર, ગુંદાળા, જમાલપરા, રાયડી, પાણીકોઠા સહિતના ગામોમાં મેઘમહેર છે. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અમરેલીના રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.