HNGU Liquor Party : હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ, ખેલાડીઓએ સિક્યુરિટી ગાર્ડ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો
HNGU Liquor Party : હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ, ખેલાડીઓએ સિક્યુરિટી ગાર્ડ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો
ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે. યુનિવર્સિટીની હોસ્ટેલના રૂમમાં બાસ્કેટબોલ સ્પર્ધામાં રમવા આવેલા ખેલાડીઓ દારૂ પી રહ્યા હતા. હોસ્ટેલના રેક્ટરે ચેકિંગ કરતાં દારૂની મહેફિલ ઝડપાઈ ગઈ. રેક્ટરે દારૂની મહેફિલ ઝડપી પાડતાં ખેલાડીઓ ભાગવાનો પ્રયાસ કર્યો. એક ખેલાડીએ સિક્યુરિટી ગાર્ડ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો. યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ખેલાડીઓને યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘટના પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં બની છે. બાસ્કેટબોલ સ્પર્ધામાં રમવા આવેલા ખેલાડીઓએ હોસ્ટેલના રૂમમાં દારૂની મહેફિલ કરી હતી. હોસ્ટેલના રેક્ટરે ચેકિંગ કરતાં આ દારૂની મહેફિલ ઝડપાઈ ગઈ. રેક્ટરે દારૂની મહેફિલ ઝડપી પાડતાં જ ખેલાડીઓ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. એક ખેલાડીએ સિક્યુરિટી ગાર્ડ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો. આ દ્રશ્યો હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની અંદર હોસ્ટેલના રૂમના છે. જે રીતે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પર વારંવાર લાજનકારક ઘટનાઓ સામે આવતી હોય છે, તેવી જ ઘટના ગઈકાલ રાત્રે મોડી સામે આવી છે. પાટણના જીમખાના ખાતે બાસ્કેટબોલની ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં અલગ અલગ જિલ્લાના ખેલાડીઓ બાસ્કેટબોલ રમવા આવ્યા હતા. તે તમામ ખેલાડીઓને રહેવાની વ્યવસ્થા પાટણ એચએનજી યુનિવર્સિટી ખાતે કરવામાં આવી હતી, અને તે હોસ્ટેલમાં કરવામાં આવી હતી.