
Hospital Video Scandal: નરાધમોના સૌથી મોટા પાપનો એબીપી અસ્મિતા પર પર્દાફાશ
એબીપી અસ્મિતાના એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં, ગુજરાતની હોસ્પિટલોમાં મહિલા દર્દીઓની ખાનગી તબીબી તપાસનો ભયાનક દુરુપયોગ પ્રકાશમાં આવ્યો છે. કેટલાક નરાધમો દ્વારા ટેલિગ્રામ અને યુટ્યુબ જેવી સોશિયલ મીડિયા ચેનલો પર મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક સારવારના સંવેદનશીલ વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે. આ કૃત્ય માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નથી, પરંતુ માનવતાને પણ શરમાવે તેવું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ અપલોડ કરેલા વીડિયોમાં ગુજરાતી સંવાદો સ્પષ્ટ રીતે સંભળાઈ રહ્યા છે, જેના કારણે આ કૌભાંડ ગુજરાત સાથે જોડાયેલું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. આ વીડિયોને અપલોડ કરીને રૂપિયા કમાવવાનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ગુનેગારો 999 રૂપિયાના સબસ્ક્રિપ્શનમાં મેમ્બરશિપ આપીને આ વીડિયો બતાવી રહ્યા છે અને પૈસા કમાઈ રહ્યા છે.