કિંજલ દવે અને ધારાસભ્ય શશીકાંત પંડ્યા સામે માનવાધિકાર આયોગે આપ્યા તપાસના આદેશ
ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને ગાયક કલાકાર કિંજલ દવે સામે પોલીસ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભીડ ભેગી કરીને જાહેરમાં ઘોડા પર બેસી વરઘોડો કાઢવાના કેસમાં ગુજરાત માનવ અધિકાર આયોગે પોલીસ તપાસના આદેશ આપ્યા હતા. કિંજલ દવે અને ધારાસભ્ય શશીકાંત પંડ્યા સામે જાહેર આરોગ્યને નુકસાન કરવા બદલ માનવ અધિકાર આયોગમાં ફરિયાદ નોંધાઇ હતી. ગુજરાત માનવ અધિકાર આયોગે 23 નવેમ્બર સુધીમાં રિપોર્ટ રજૂ કરવાના પણ નિર્દેશ આપ્યા હતા.