Hun To Bolish | હું તો બોલીશ | જય જય સરદાર | ABP Asmita

Continues below advertisement

આજે 31 ઓક્ટોબર. એટલે કે અખંડ ભારતના શિલ્પી, ભારત રત્ન એવા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ. આ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતા નગરમાં સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એકતાનગરમાં પ્રથમવાર દિલ્હી જેવી પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા પરેડમાં શિસ્ત, શૌર્ય અને નારી શક્તિનો અદ્દભુત સમનવય જોવા મળ્યો હતો. પરેડની તમામ ટુકડીઓની આગેવાની મહિલા પરેડ કમાન્ડરોએ લીધી હતી. ગુજરાત કેડરના SP સુમન નાલાએ પરેડની આગેવાની લીધી હતી. PM મોદીને અપાયેલા ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ પણ એક મહિલા અધિકારીએ કર્યું. SF, CRPF, CISF, ITBP, SSBની ટુકડીઓ સહિત દેશના અલગ અલગ રાજ્યોના પોલીસ દળો અને NCCની ટુકડીઓની આગેવાની મહિલા અધિકારીઓએ લીધી હતી. સાથે BSFની ડોગ સ્ક્વોડ, BSFની 52 ઉંટ સાથે આવેલી ઊંટ ટુકડીએ પણ ભાગ લીધો. તો ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમના નવ વિમાનોએ અદ્દભુત પ્રદર્શન કર્યું અને સરદાર સાહેબને આકાશી સેલ્યુટ આપવામાં આવ્યું હતું.

સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરમાં પણ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ જેમાં મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગુજરાત વિધાનસભા પરિસરમાં સરદાર પટેલને શ્રદ્ધા સૂમન અર્પણ કર્યા હતા.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola