Parshottam Solanki : ''તમને કોઈ ધોકા મારે તો પરસોત્તમ સોલંકી છે'': ધારાસભ્યનો ફરી હુંકાર
કોળી સમાજના સમૂહ લગ્ન પ્રસંગે ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ પોતાના આગવા અને દબંગ અંદાજમાં હુંકાર કર્યો હતો. તેમણે સમાજને ખાતરી આપતા જણાવ્યું કે, "બધા જાણે છે કે હું વધારે બોલતો નથી, પણ તમે ચિંતા ન કરતા, હું તમને કોઈ ટેન્શન આવવા નહીં દઉં. જો તમને કોઈ ધોકા મારશે તો સામે પરસોત્તમ સોલંકી ઊભો છે એ યાદ રાખજો; હવે જેને જે સમજવું હોય તે સમજે."
પોતાને કોળી સમાજનો દીકરો ગણાવતા સોલંકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેમને કોઈ 'લાલાપોપા' આવડતા નથી અને તેઓ કોઈના પગે પડે તેવા નેતા નથી. તેમણે ઉમેર્યું કે, તેઓ સરકાર પાસે પણ કશું માંગતા નથી, પરંતુ જો સમાજના લોકો પર અત્યાચાર થશે તો તેઓ સૌથી પહેલાં આવીને ઊભો રહીશ. સમાજની રાજકીય તાકાત વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે અત્યારે કોળી સમાજના 18 ધારાસભ્યો છે અને ભવિષ્યમાં હજુ વધુ ધારાસભ્યો બને તેવી તેમની ઈચ્છા છે.
Tags :
Parshottam Solanki