Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
સુરેન્દ્રનગર જિલ્લામાંથી ફરી એકવાર ગેરકાયદે વેપાર ઝડપાયો છે. આ વખતે સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. માહિતી પ્રમાણે જિલ્લામાં નાયબ કલેક્ટરે મોડી રાત્રે મોટી કાર્યવાહી શરૂ કરી જેમાં લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો, આ કાર્યવાહીમાં 15 ટ્રક સાથે 2.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, આમાં 15 આઈસર અને ટ્રક સહિતના વાહનો જપ્ત કરવામાં આવતા જિલ્લામાં હડકંપ મચી ગયો છે.
સુરેન્દ્રનગર નાયબ કલેક્ટરે ફરી એક મોટી કાર્યવાહી કરી છે, સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે, આ કાર્યવાહી બાદ જિલ્લામાં ગેરકાયદે વેપાર કરતા શખ્સો ડઘાઇ ગયા છે. માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ કલેક્ટરે ગઇ મોડીરાત્રે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર અચાનક કાર્યવાહી કરી, જ્યા ગેરકાયદેસર લીલા લાકડાની હેરાફેરી કરતી 15 આઈસર અને ટ્રક જપ્ત કરવામાં આવી હતી, રાત્રીના 12 વાગ્યેથી સવારના 4 વાગ્યા સુધી હાથ ધરાયેલી આ તપાસમાં કૂલ 2.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પકડાયેલા વાહનો પાસે કોઈ પ્રકારની પરવાનગી, વાહતુક પાસ કે લાકડા કાપવાની મંજૂરી ન હતી, તેના વિના જ લીલા લાકડાની હેરાફેરી કરતા હતા, આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 ઉલ્લંઘન છે, જપ્ત કરાયેલા 15 વાહનો સહિતનો મુદ્દામાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.