Rain Data | ભારે વરસાદથી ગુજરાત પાણી-પાણી, ક્યાં કેટલો પડ્યો ? જાણો આંકડા
IMD Gujarat Rain Data: લાંબા સમય બાદ ગુજરાતમાં શરૂ થયેલા વરસાદ ભારે તબાહી મચાવી છે, છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર વિસ્તાર પાણી પાણી થયો છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં સવારમાં 10 વાગ્યા સુધી રાજ્યના કુલ 67 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ તલાલાથી લઇને ભાવનગર સુધીના વિસ્તારોમાં ત્રણ ઇંચથી વધુ ખાબક્યો છે. રાજ્યમાં જો છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, ગુજરાતના 168 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. દેવભૂમિ દ્વારકામાં સતત ચોથા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત જુનાગઢના મેંદરડામાં સૌથી વધુ 10 ઇંચ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થયો છે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, આહવા ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ સાથે વરસાદી ઝાપટા યથાવત રહેશે. તથા 23 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે જળભરાવની સ્થિતિ થઈ શકે છે.