Impact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

Continues below advertisement

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે. ત્યારે ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા ગુજરાત સરકાર ઈમ્પેક્ટ ફી કાયદો લાવી છે. જોકે કાયદાને ઓછો પ્રતિસાદ મળતા વધુ એકવાર ઈમ્પેક્ટ ફીની મુદત લંબાવવામાં આવી છે. ઈમ્પેક્ટ ફીની મુદતમાં સતત પાંચમી વખત વધારો કરવામાં આવ્યો છે. ચોથી વખત અપાયેલી 6 મહિનાની મુદત 16મી ડિસેમ્બર પૂર્ણ થઈ રહી હતી. ત્યારે નવી તારીખ 17મી ડિસેમ્બરથી મંગળવારથી આગામી છ મહિના સુધી મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.ગુજરાતમાં ગેરકાયદે બાંધાકમને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે. આ પહેલા ચાર વાર સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીની મુદત વધારી હતી. રાજ્ય  સરકાર ગેરકાયદે તેમજ બીયુ વિનાના બાંધાકમને તોડીને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય તે માટે બાંધકામો તોડવાને બદલે નિયત ફી વસૂલીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાને ઓછો પ્રતિસાદ મળતાં સતત પાંચમી વખત મુદત વધારાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram