Abp Asmita Impact: કચ્છમાં abp અસ્મિતાના અહેવાલની અસર, તૂટેલા હાઈવેના અહેવાલ બાદ NHAIના અધિકારીઓ થયા દોડતા

Continues below advertisement

વિકાસશીલ કચ્છ જિલ્લો...જ્યાં તૂટેલા હાઈવેને લઈને શુક્રવારે 45 હજાર વાહનના પૈડા થંભી ગયા. એબીપી અસ્મિતાએ દિવસભર આ અહેવાલ પ્રસારિત કરતા જ નેશનલ હાઈવે ઓથોરિટીના નઘરોળ  અધિકારીઓમાં હડકંપ મચી ગયો. અત્યાર સુધી આંખ આડા કાન કરનાર અધિકારીઓ એબીપી અસ્મિતાના અહેવાલ બાદ રીતસરના દોડતા થયા. અધિકારીઓની એક ટીમ રાત્રે જ ગાંધીનગરથી સામખિયાળી પહોંચી .જ્યા મોડી રાત્રે 12 વાગ્યે ટ્રાંસપોર્ટરો સાથે બેઠક યોજી..

abp અસ્મિતાના અહેવાલની વધુ એકવાર જબરદસ્ત અસર જોવા મળી રહી છે. તૂટેલા હાઈવેને લઈને abp અસ્મિતાના અહેવાલ બાદ નેશનલ હાઈને ઓથોરિટીના અધિકારીઓ દોડતા થયા. મોડી રાત્રે અધિકારીઓ અને ટ્રાંસપોર્ટરો વચ્ચે બેઠક યોજાઈ. બે દિવસથી abp અસ્મિતા ટ્રાંસપોર્ટરોનું દર્દ પ્રસારિત કરી રહ્યું છે.ગઈકાલે ટ્રાંસપોર્ટરોએ શિસ્તબદ્ધ રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.નેશનલ હાઈવે ઓથોરિટીના વિરોધમાં કરવામાં આવેલા ચક્કાજામમાં ખાનગી વાહનચાલકોને કોઈ હાલાકી ન પડે તેનું ખાસ ધ્યાન રખાયું હતું..આજે ફરી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને ટ્રાંસપોર્ટરો વચ્ચે બેઠક મળશે..

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola