'પણ તમે રાજકીય કાર્યક્રમ કર્યો, ભાજપના ખેસ પહેરવાનો, ભાજપમાં જોડવાનો કાર્યક્રમ કર્યો...'

Continues below advertisement

વિસનગર શહેર ભાજપ પ્રમુખના પુત્ર (Bjp leader) સાગર પટેલના જન્મ દિવસની (Birthday Party) ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો. સાગર પટેલે  ગોકુલ ધામમાં મિત્રો સાથે જાહેરમાં કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી નિયમોનો ભંગ કર્યો હતો.  સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને સાગર પટેલ વિરૂદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી. બીજી તરફ  સરકારના જાહેરનામાનો ભાજપના જ નેતાએ જૂનાગઢ જિલ્લામાં (Junagadha) ભંગ કર્યો હતો. રાજકીય કાર્યક્રમ પર પ્રતિબંધ છતાં માળીયા હાટીનામાં ભાજપે (BJP) કાર્યક્રમ કર્યો હતો. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ભાજપે કાર્યક્રમ કર્યો હતો. સાંસદ રાજેશ ચુડાસમાની (BJP MP) હાજરીમાં રાજકીય કાર્યક્રમ યોજાયો હતો. કોગ્રેસના કાર્યકરોને ભાજપમાં જોડવાનો કાર્યક્રમ હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram