Accident Case: દિવાળ પર્વ સમયે 4 દિવસમાં રાજ્યમાં વાહન અકસ્માતનમાં 3 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા
દિવાળ પર્વ સમયે ચાર દિવસમાં રાજ્યમાં વાહન અકસ્માતનમાં 3 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. એટલે કે પ્રતિ દિવસ સરેરાશ 906 જ્યારે પ્રતિ કલાકે 38 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા થઈ. ઈમરજન્સી સેવા 108 પાસેથી મળતી માહિતી પ્રમાણે 31 ઑક્ટોબરથી 3 નવેમ્બર સુધીમાં ટુ વ્હીલરમાં સૌથી વધુ 2 હજાર 821. તો ફોર વ્હીલરમાં 396 લોકોને વાહન અકસ્માતમાં ઈજા થઈ. જે સામાન્ય દિવસોમાં ટુ વ્હીલરમાં 395 જ્યારે ફોર વ્હીલરમાં 61 હોય છે. ત્યારે ટુ વ્હીલરમાં ઈજામાં સામાન્ય દિવસો કરતા 93 ટકાનો વધારો થયો. તો આ તરફ શ્વાસને લગતી સમસ્યાની ઈમરજંસીમાં સામાન્ય દિવસો કરતા સાધારણ વધઘટ જોવા મળી હતી. તો દાઝવાના કેસમાં પણ વધારો થયો છે. જેમાં રોજના સરેરાશ ચાર કેસ સામે. 31 ઑક્ટોબરે 38 કેસ નોંધાયા. જ્યારે એક નવેમ્બરે તો 40 અને બે નવેમ્બરે 24 કેસ નોંધાયા. સાથે જ તહેવારો સમયે મારામારીના કેસમાં 124 ટકાનો વધારો થયો જેમાં ચાર દિવસમાં સૌથી વધુ કેસ 31 ઑક્ટોબરે 323 નોંધાયા.