Independence Day 2025: પોરબંદરથી CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન

 દેશવાસીઓ 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યાં છે. દેશભરમાં ઠેર ઠેર તિરંગો લહેરાવાઇ રહ્યો છે, આજે ગુજરાતમાં રાજ્યકક્ષાનું ધ્વજવંદન આ વખતે બાપુની ભૂમિ પોરબંદરમાં કરવામાં આવ્યુ, માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

ધ્વજવંદન બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ વર્ષે આદિવાસીઓના વિકાસ માટે રૂ.21 હજાર કરોડથી વધુની રકમ બજેટમાં ફાળવી છે. હવે આપણા યુવાનો જોબ સિકરમાંથી જોબ ગીવર બની રહ્યા છે, નમો લક્ષ્મીમાં અત્યારસુધી 10 લાખ દીકરીઓને લાભ મળ્યો છે, દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોના વિકાસ માટે સાડા ત્રણસો કરોડની ફાળવણી કરી છે. પોરબંદરમાં યોજાનાર કાર્યક્રમમાં 'બાપુના પગલે તિરંગા ભારત' થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન વિશ્વ વિખ્યાત મણિયારો રાસ, ટિપ્પણી રાસ, તાંડવ નર્તન અને ઉત્સાહી ગરબા જેવા વિવિધ નૃત્યો પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા ગોલ્ડન ગાંધી સહિતની કલાકારોની ટીમ પણ હાજર રહેશે અને આ કાર્યક્રમમાં પરફોર્મન્સ કરશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola