IND vs NZ | બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં ભારત 46 રનમાં ઓલઆઉટ
Continues below advertisement
India vs New Zealand 1st Test: મેટ હેનરી અને વિલિયમ ઓ'રૉર્કની ઘાતક બોલિંગને કારણે ન્યુઝીલેન્ડે બેંગલુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને માત્ર 46 રનમાં આઉટ કરી દીધી હતી. ઘરની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો આ સૌથી ઓછો સ્કોર છે. ટીમ ઈન્ડિયા તરફથી રિષભ પંતે સૌથી વધુ 20 રન બનાવ્યા.
મેટ હેનરીની 5 વિકેટ અને વિલિયમ ઓ'રૂકની 4 વિકેટો સામે ભારતીય બેટ્સમેનો કામે લાગ્યા ન હતા અને 'તુ ચલ મેં આયા'ની તર્જ પર તમામ સ્ટાર્સ આઉટ થઈ ગયા હતા. ન્યુઝીલેન્ડની ઘાતક બોલિંગ સામે ભારતના 5 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. આ ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ પછી પણ કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો.
Continues below advertisement