રાજ્યના તમામ ડેમોમાં 30 ટકા જ પાણીનો જથ્થો જેથી સિંચાઇ માટે પાણી આપવું શક્ય નથીઃ નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પંચમહાલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ નિવેદન આપ્યું હતું કે, રાજ્યના તમામ ડેમોમાં 30 ટકા જ સુધી પાણી છે જેથી સિંચાઈ માટે આપી શકાય એમ નથી. માત્ર પીવાના પાણીનો રિઝર્વ જથ્થો હોવાથી સિંચાઈનું પાણી આપવું શક્ય નથી અને આ વર્ષ ચોમાસાના પાણી પર જ ખેતી નિર્ભર રહેશે. જો કે આ તરફ 10 ઓગસ્ટે જાહેર કરેલી સરકારી પ્રેસ નોટમાં ડેમમાંથી સિંચાઈનું પાણી આપવાની સરકારે જાહેરાત કરી હતી પરંતુ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિંચાઈનું પાણી આપવામાં અસમર્થતા દર્શાવી છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola