Gujarat BJP President : પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કાલે કમલમમાં યોજાશે પદગ્રહણ કાર્યક્રમ

Continues below advertisement

અમદાવાદ નિકોલના ધારાસભ્ય અને રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા બનશે પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ. જગદીશ વિશ્વકર્માએ આજે વિજયમુહૂર્તમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યુ હતુ. હવે આવતીકાલે સવારે 10 વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિ નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત કરીને કમલમમાં પદગ્રહણ સમારોહ યોજાશે. પદગ્રહણ સમારોહ માટે કમલમમાં તૈયારીઓ પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. જેમાં કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ, કે.લક્ષ્મણ, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહેશે.. પ્રદેશ પ્રમુખ માટેનું ફોર્મ ભર્યા બાદ જગદીશ વિશ્વકર્માએ સચિવાલયમાં વિકાસ સપ્તાહના કાર્યક્રમો અને આયોજનો અંકે અધિકારીઓ સાથે બેઠક કરી.. જગદીશ વિશ્વકર્માની રાજકીય સફરની વાત કરીએ તો વર્ષ 2012 અને 2017માં જગદીશ વિશ્વકર્મા નિકોલ વિસ્તારના ધારાસભ્ય બન્યા હતા. જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે.. કોરોનાને લીધે મોડી થયેલી વર્ષ 2021ની અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પણ શહેર પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ જ લડવામાં આવી હતી. જેમાં મનપાની 192 પૈકી ભાજપે 160 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી હતી. 

જગદીશ વિશ્વકર્માની નવા પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે શુભેચ્છા પાઠવી.. સાથે જ કહ્યું છે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત થતા મહેસાણાના નાગરિકો અને કાર્યક્રમોમાં વિશેષ ખુશી છે.. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થશે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola