Jagdish Vishwakarma : કોંગ્રેસ MLA કિરીટ પટેલની જગદીશ વિશ્વકર્માએ કરી પ્રશંસા

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની પ્રદેશ ભાજપ પ્રમુખે કરી પ્રશંસા. જગદીશ વિશ્વકર્માએ કિરીટ પટેલને ગણાવ્યા સારા માણસ. કોંગ્રેસે શું કર્યું તે કિરીટ પટેલને નહીં, કોંગ્રેસને પૂછવા આપી સલાહ.

કૉંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પર પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા થયા આફરીન. પાટણમાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલેને ગણાવ્યા સારા માણસ.. 60 વર્ષમાં કૉંગ્રેસે શું કર્યુ તે કિરીટ પટેલને નહીં પણ કૉંગ્રેસને પૂછવા જગદીશ વિશ્વકર્માએ સલાહ આપી. કાર્યક્રમ દરમિયાન કૉંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ માટે વિશ્વકર્માનો સોફ્ટ કોર્નર જોવા મળતા અનેક રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.. અગાઉ કિરીટ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ભણતર પર સવાલ ઉઠાવનારાઓને જવાબ આપીને સમર્થન કરતા પણ જોવા મળ્યા છે.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola