Jignesh Mevani On Police Family Protest : પોલીસ પરિવારના વિરોધ પર મેવાણીએ તોડ્યું મૌન, શું કહ્યું?
Jignesh Mevani On Police Family Protest : પોલીસ પરિવારના વિરોધ પર મેવાણીએ તોડ્યું મૌન, શું કહ્યું?
ગુજરાતભરમાં પોલીસ પરિવાર દ્વારા જીગ્નેશ મેવાણી સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને મેવાણી પોલીસની માફી માંગે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે જીગ્નેશ મેવાણીએ આ મુદ્દે મૌન તૈડ્યું છે. તેમજ તેઓ નાના કર્મચારીઓ માટે લડતા હોવાનું અને તેઓ કોઈનો હાથો ન બને તેમ જણાવ્યું હતું.
મેવાણીના નિવદેનને લઈ પોલીસ પરિવારોમાં જોરદાર આક્રોશ. હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો જોરદાર વિરોધ. પોલીસ પરિવારે જન આક્રોશ યાત્રાને રોકી નોંધાવ્યો વિરોધ. મહાવીર નગર સર્કલ પાસે યાત્રાને રોકી વ્યક્ત કર્યો વિરોધ. મહિલાઓએ પ્લેકાર્ડ બતાવીને કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર. મહિલાઓએ જીજ્ઞેશ મેવાણી હાય હાયના લગાવ્યા નારા. જિજ્ઞેશ મેવાણી પોલીસની માફી માગે તેવી માગ. અમિત ચાવડા સામે પણ મહિલાઓએ વ્યક્ત કર્યો આક્રોશ.